દેશ ના વડાપ્રધાન તરીકે ઉભરી રહેલા નરેન્‍દ્ર મોદી ઘણા વર્ષો સુધી રાષ્‍ટ્રીય સ્‍વયંસેવકસંઘના પ્રચારક રહ્યા હતા. તેમણે ગુજરાત યુનિર્વસિટીમાંથી રાજકીય શાખાની માસ્‍ટર ડિગ્રી મેળવી હતી. ત્‍યારબાદ તેમણે રાજનીતિમાં ઝંપલાવ્‍યું હતુ.

૧૯૯૪માં ગુજરાત વિધાનસભામાં ભાજપની જીતમાં મોદીની રણનીતિ સફળ રહી.

૧૯૯૪માં મોદીને પક્ષના રાષ્‍ટ્રીય સચિવ બનાવાયા.

૧૯૯૮માં પક્ષના મહાસચિવ બનાવાયા.

ઓક્‍ટોબર ૨૦૦૧માં મોદીના સમયમાં થયેલો ગોધરાકાંડ.

ગોધરાકાંડ બાદ ભારે દબાણમાં આવી ગયા બાદ મોદીએ મુખ્‍યમંત્રી પદ પરથી રાજીનામુ આપ્‍યુ અને ફરીથી ચૂંટણી યોજાઈ.

વર્ષ ૨૦૦૨માં વિધાનસભાની ૧૮૨ સીટોમાંથી ૧૨૭ સીટો મેળવીને ભાજપને જંગી બહુમતિથી વિજય અપાવ્‍યો.

૨૦૦૪માં અમેરિકાએ મોદીના ગોધરાકાંડની સંડોવણી બદલ વીઝા આપવાનો ઇન્‍કાર કરી દેવામાં આવ્‍યો હતો.

વર્ષ ૨૦૦૬ જુલાઈમાં મોદીએ વડાપ્રધાન મનમોહનસિંહ પર આતંકવાદ તરફ કુણુ વલણ અપનાવવા બદલ જોરદાર ટીકા કરી હતી.

૨૦૦૭માં બીજી વખત જંગી બહુમતિ મેળવીને મુખ્‍યમંત્રી તરીકે નિયુક્‍ત થયા હતા.

૨૦૧૧ના અંતમાં અને ૨૦૧૨ની શરૂઆતમાં મુસલમાનોને પોતાની તરફ ખેચવા માટે સદ્‌ભાવના મિશન જેવા અભિયાનો હાથ ધરીને ઉપવાસ કર્યા હતા જેની દેશભરમાં નોંધ લેવાઈ હતી.

૨૪ ઓગસ્‍ટ ૨૦૧૧ના રોજ લોકાયુક્‍તની નિયુક્‍તિના મુદ્દે મોદી સરકાર અને રાજ્‍યના રાજ્‍યપાલ વચ્‍ચે મતભેદો ઉભા થયા હતા.
વર્ષ ૨૦૧૨માં ગુજરાતમાં મોદીના નેતળત્‍વ હેઠળ ત્રીજી વખત વિધાનસભાની ચૂંટણી જીતીને સતત ત્રીજી વખત મુખ્‍યમંત્રી તરીકે નિયુક્‍ત થયા છે.

માર્ચ ૨૦૧૩માં ભાજપના સંસદીય બોર્ડના મુખ્‍ય સભ્‍ય તરીકે નિમણૂંક કરાઈ હતી.

જૂન ૨૦૧૩માં ગોવામાં ભાજપના ચૂંટણી પ્રચાર સમિતિના અધ્‍યક્ષ પદે નિયુક્‍ત કરાયા હતા

Please join our telegram group for more such stories and updates.telegram channel